મોરબીના વાવડી રોડ પર પાણી ભરેલા મોતના કુવા સમાન ખાડામાં ગાય ખાબકી

તંત્રના પાપે જીવલેણ ખાડામાં વારંવાર પશુઓ અને વાહનચાલકો પડતા હોવાથી સ્થાનિકોમાં ધગધગતો આક્રોશ

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કપિલા હનુમાન ચોક પાસે રોડની વચ્ચોવચ્ચ મસમોટો જીવલેણ ખાડો પડી ગયો છે. આ મસમોટા ખાડામાં ગંદા પાણી ભરાયેલા હોય અને રોડની વચ્ચોવચ્ચ હોવાને કારણે આ ખાડો મોતના કુવા સમાન બની ગયો છે. ત્યારે આ મોતના કુવા સમાન ખાડામાં એક ગાય પડી ગઈ હતી. જો કે તંત્રના પાપે જીવલેણ ખાડામાં વારંવાર પશુઓ અને વાહનચાલકો પડતા હોવાથી સ્થાનિકોમાં ધગધગતો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

મોરબીના વાવડી રોડ કપિલા હનુમાન ચોકમાં રોડની વચ્ચોવચ્ચ બે ફૂટથી વધુ મોટો ખાડો પડી ગયો છે.આ ખાડામાં ગંદા પાણી ભરાયા છે. એટલે કોઈપણ ખાડામાં પડે તો તેનું આવી જ બન્યું સમજવાનું. રોડની વચ્ચે જ આ મસમોટો ખાડો હોવાથી રોડ એકદમ સાંકડો થઈ ગયો છે. તેથી, વાહનચાલક ભુલે ચુકે ગફલત કરે તો અકસ્માત થવાની પૂરેપૂરી દહેશત છે. આથી, આ ખાડો મોતના કુવા સમાન બની ગયો હોવાથી આજે આ પાણી ભરેલા મસમોટા ખાડામાં એક ગાય ખાબકી હતી.

સ્થાનિકોએ તંત્ર સામે ભારે રોષ ઠાલવતા કહ્યું હતું કે આ ખાડો ખરેખર જીવલેણ બની ગયો છે. અઠવાડિયા અગાઉ પણ એક ગાય ખાબકી હતી. પશુઓ તેમજ વાહનચાલકો અવારનવાર ખાડામાં પડી જાય છે. ત્યારે આ ખાડો કોઈનો ભોગ લેશે પછી જ નીંભર તંત્રની ઊંઘ ઉડશે? તેવો સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આથી, કોઈ દુર્ઘટના ન બને તે પડેલા ખાડાનું યોગ્ય બુરણ કરવાની માંગ કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate