મોરબી જિલ્લામાં RTE હેઠળ ધો. 1માં 1857 બાળકોને બે તબ્બકામાં પ્રવેશ અપાશે

- text


રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ કુલ 3585માંથી 2492 અરજીઓ મંજૂર

મોરબી : મોરબી જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ પછાત વર્ગના બાળકોને ધો. 1માં પ્રવેશ આપવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આરટીઈ હેઠળ ફોર્મ ભરીને પરત આપ્યા બાદ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ધો.1 માં 1857 બાળકોને પ્રવેશ પાત્ર બન્યા છે.

- text

મોરબી જિલ્લામાં રાઈટ ટું એજ્યુકેશન હેઠળ પછાત વર્ગના બાળકોને ધો.1 માં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની ગત તા. 19 થી 29 સુધીની મુદત હતી. આ સમયગાળામાં આરટીઈ હેઠળ કુલ 3585 ફોર્મ ભરીને પરત કરવામાં આવ્યા હતા. જેની ચકાસણી કરતા 896 ફોર્મ રિજેક્ટ થયા હતા. જો કે આરટીઈ હેઠળ મોરબી જિલ્લામાં ઘો.1માં પછાત વર્ગના બાળકોને પ્રવેશ આપવા માટેની કુલ 1857 સીટ છે. સૌ પ્રથમ વખત ડબલ વખત ફોર્મ ભર્યું હોય કે ભૂલો હોવાથી 197 ફોર્મ કેન્સલ થયા હતા અને 896 ફોર્મ રિજકેટ થયા છે. તેથી, હવે 2492 ફોર્મ મંજૂર થયા હતા. એમાંથી 1857ને પ્રવેશ આપવામાં આવશે. આગામી 11 મીએ પ્રથમ રાઉન્ડ યોજાશે. ત્યારબાદ બીજો રાઉન્ડ યોજાશે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એમ. સોલંકીએ જણાવ્યું હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text