મોરબીના વોર્ડ નં. 4માં લાઈટ, ગટર અને રોડનો પ્રશ્ન હલ કરવાની પાલિકાને રજુઆત

- text


શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ ચીફ ઓફિસરને રજુઆત કરીને તેમના વિસ્તારની સમસ્યા ન ઉકેલાય તો લડત ચલાવવાની ચીમકી આપી

મોરબી : મોરબીના વોર્ડ નંબર 4ના વિસ્તારોમાં બંધ લાઈટ, ખરાબ રસ્તાઓ અને ઉભરાતી ગટરની સમસ્યાઓ માજા મૂકી છે. આ સમસ્યાઓને કારણે સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી, આ વિસ્તારમાં રહેતા અને શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ ચીફ ઓફિસરને રજુઆત કરીને તેમના વિસ્તારની લાઈટ, ગટર અને રોડની સમસ્યા ન ઉકેલાય તો લડત ચાલવાની ચીમકી આપી છે.

- text

મોરબીના વોર્ડ નંબર 4માં રહેતા અને શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી હસમુખભાઈ કાસુન્દ્વાએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી હતી કે કે વોર્ડ નંબર 4ના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો ઘણી બંધ છે. તેમજ ઘણી જ્ગ્યાએ સ્ટ્રીટ લાઇટો નાખવાની બાકી છે. તેથી, લોકોને ભારે હાલાકી પડે છે. આ ઉપરાંત વોર્ડ નંબર 4 ના ઘણા વિસ્તારમાં અને સોસાયટીઓમાં રોડ તૂટી ગયા છે. અને આ રોડનું રિપેરિંગ કરાયું નથી. તેમજ ઘણા વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યા પણ નથી. ઘણી સોસાયટીઓમા પણ રોડ બનાવવામાં આવેલ નથી. આથી, રોડ નવા બનાવવા અને વોર્ડ 4માં ઘણી જ્ગ્યાએ ગટર ચોકએ થતા ઉભરાઈ રહી હોય, આ ગટર સાફ કરાવીને વ્યવસ્થિત ચાલે તેવી કરવા અને ગટરના ઢાક્ણા નાખવાની ઘણા વિસ્તારમાં વરસાદના પાણી ભરેલા હોય આ વરસાદના પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી છે. આમ છતાં આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો સ્થાનિકોને સાથે રાખી ગાંધી ચિંધયા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.

- text