હવે વોડાફોન-આઇડિયા કંપની નવા બ્રાન્ડ નેમ ‘VI’ ઓળખાશે, કંપનીની જાહેરાત

- text


કંપનીએ નવા નામની સાથે નવો લોગો પણ જાહેર કર્યો

મોરબી : આજે 7 સપ્ટેમ્બરે વોડાફોન અને આઇડિયા (Vodafone-Idea)એ સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સમાં એક મોટી જાહેરાત કરી છે. હવે વોડાફોન-આઇડિયા ‘VI’ના નવા બ્રાન્ડ નામે ઓળખાશે. વોડાફોન અને આઈડિયાએ (Vodafone-Idea) મર્જર થયાનાં ત્રણ વર્ષ બાદ બ્રાન્ડ નેમ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આ નિર્ણય મંદીનાં સમયમાં ઘટી રહેલાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કર્યો છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વોડાફોન આઈડિયા લિમિટેડના સીઈઓ રવિન્દ્ર ટક્કરે કહ્યું છે કે બધા ઓછા ભાવે ડેટા વેચી રહ્યા છે અને પગલાં લેવામાં કંપનીને કોઈ શરમ નથી. અહીં, તે સંકેત છે કે આગામી સમયમાં વધુ સારી સેવા સાથે ટેરિફ વધારી શકાય છે. રવિન્દ્ર ટક્કરે એ પણ કહ્યું છે કે વોડાફોન આઈડિયાની સ્થાપના બે વર્ષ પહેલાં મર્જ કરેલ એન્ટિટી તરીકે થઈ હતી. ત્યારથી, બંને મોટા નેટવર્ક્સને એક કરવાનું કામ ચાલુ હતું અને હવે તે VI બ્રાન્ડ નામથી રજૂ કરવામાં આવી રહ્યું છે.

- text

વોડાફોન-આઇડિયાએ કંપનીનું નામ બદલીને VI કરવાની સાથે નવો લોગો પણ જાહેર કર્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે VI નામ હેઠળ જ બંને કંપનીઓ બિઝનેસ કરશે. કંપનીએ કહ્યું છે કે 4 જીની સાથે કંપની પાસે 5 જી રેડી ટેકનોલોજી પણ છે. કંપનીએ એમ પણ દાવો કર્યો છે કે મર્જર થયા બાદથી દેશભરમાં 4 જી કવરેજ બમણો થઈ ગયો છે. જોકે કંપનીએ આ દરમિયાન નવી યોજનાઓની ઘોષણા કરી નથી, પરંતુ સંકેત આપવામાં આવ્યો છે કે ટેરિફના ભાવમાં વધારો થશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વેહલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text