માળીયાના વેણાસર ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

- text


માળીયા : માળીયા મીંયાણા તાલુકાના વેણાસર ગામે ગઈકાલે પોલીસે જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા પોલીસે ગઈકાલે તા.૫ના રોજ બાતમીના આધારે વેણાસર ગામે સામી પરાની શેરીમાં જુગાર રમતા કાનજીભાઇ ભુદરભાઇ રાપુસા, જયંતીભાઇ ચતુરભાઇ કુંવરીયા, ભરતભાઇ બચુભાઇ કુંવરીયા, ગગુભાઇ પોલાભાઇ ચાવડા, નીલેશભાઇ રમેશભાઇ કુંવરીયા, મહેશભાઇ લાભુભાઇ કોરડીયાને રોકડા રૂ. ૮૫૨૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text