માળીયા મામલતદાર કચેરીમાં પુરથી સરકારી રેકર્ડને નુકશાનનો મામલો પોલીસમાં પહોંચ્યો

- text


મામલતદારએ આ બનાવની નોંધ કરાવતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી

માળીયા : થોડા દિવસો અગાઉ ભારે વરસાદને પગલે મચ્છુ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાતા માળીયાના નદીકાંઠાના વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આથી, માળીયાની જુની મામલતદાર કચેરીમાં પુરના પાણી ફરી વળતા સરકારી રેકર્ડને મોટું નુકસાન થયું હતું. ત્યારે મામલતદાર કચેરીના મામલતદારએ આ બનાવની નોંધ કરાવતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

માળીયા મીંયાણાની મામલતદાર કચેરીના મામલતદાર ડી. સી. પરમારે માળીયા પોલીસ મથકે જાણવા જોગ એન્ટ્રી નોંધાવી હતી કે થોડા દિવસો અગાઉ ભારે વરસાદ પડતાં પુરના કારણે અત્રેની મામલતદાર કચેરીમા પાણી ભરાયા હતા.જેમાં મચ્છુ સિંચાઇ યોજના- ૧,૨,૩ માંથી વિપુલ માત્રામા પાણી છોડવામા આવતા જેના કારણે માળીયા મી. તાલુકાની જુની મામલતદાર કચેરીનુ સરકારી રેકર્ડ કાગળો, ફાઇલો ઇ-ધરાની આધાર ફાઇલના કાગળો, મતદાર યાદી એ.ટી.વી.ટી.ને લગતા દાખલાઓ, પુરવઠા શાખાના રેકર્ડ, સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણી બાબતનુ રેકર્ડ, તા.પં., જી.પં. ન. પાલીકા અંગેનુ રેકર્ડ પાણીના કારણે ક્ષતીગ્રસ્ત થયેલ છે. પુન: ઉપયોગમા આવી શકે તેમ નથી. તેમજ કમ્પ્યુ.-પ્રીંન્ટર જેવા ઉપકરણ ક્ષતી પામે છે. જે બાબતે નોંધ કરવામા આવેલ છે. જે બાબતની આગળની તપાસ એ-બીટ જમાદાર એચ.સી. જે.પી. વસીયાણી ચલાવી રહ્યા છે.

- text