મોરબી : પાડોશીની પજવણીનો ભોગ બનેલી પીડિતાનું પતિ સાથે પુનઃ મિલન કરાવતું સખી વન સ્ટોપ

- text


પાડોશી વૃદ્ધ હેરાન કરીને પરિણીતાને ભગાડી ગયા બાદ પતિ સાથે અણબનાવ બનતા અંતે સખી વન સ્ટોપના સુખદ પ્રયાસોથી પરિણીતાનો ઘર સંસાર ફરી મહેકી ઉઠ્યો

મોરબી : મોરબીમાં રહેતી એક પરિણીતાને પાડોશી શખ્સ હેરાન કરીને ભગાડી ગયો હોવાથી પરત આવેલી પરિણીતાને પતિએ તરછોડી દેતા નિ:સહાય હાલતમાં મુકાય ગઈ હતી. અંતે પરિણીતાએ 181, સખી વન સ્ટોપની મદદ લેતા આ સંસ્થાએ આખી બાજી સાંભળી લીધી હતી અને આ સંસ્થાના અથાક પ્રયાસોથી પરિણીતાનો ઘર સંસાર ફરી બાગ-બાગ બની ગયો હતો.

- text

મોરબીના સખી વન સ્ટોપ સંસ્થા પાસેથી મળતી માહિતી મુજબ તેમની પાસે ગત તા.15 ઓગસ્ટના રોજ ગંભીર કેસ આવ્યો હતો. જેમાં એક મહિલાના 12 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. 12 વર્ષથી તેમનું લગ્નજીવન સારી રીતે ચાલ્યું હતું. પણ અચાનક આ મહિલાની જિંદગીમાં આંધી આવી હતી. જેમાં પાડોશી શખ્સ તેને હેરાન કરીને ભગાડી ગયો હતો. આથી, પરિણીતા તેના કબ્જામાંથી છૂટીને પરત આવી હતી. પણ પતિ સહિતના પરિવારજનો તેણીને સ્વીકારવા તૈયાર ન હોવાથી અંતે તેણીએ 181ને ફોન કરીને સખી વન સ્ટોપની મદદ લીધી હતી. આથી, આ સંસ્થાએ આખો મામલો સાંભળીને પીડિતા તથા તેના પતિનું સફળતાપૂર્વક કાઉસેલીગ કર્યું હતું. અંતે પતિએ તેની પત્નીને સ્વીકારવા માટે તૈયાર થતા આ સંસ્થાના પ્રયાસો થકી પરિણીતાની જિંદગી રોળાતા બચી હતી.

- text