એટીએમમાં લાખોનું ફ્રોડ કરનાર ભેજાબાજ ગેંગનો સાગરીત 11 દિવસના રિમાન્ડ પર

- text


 

મોરબીમાં એટીએમ ફ્રોડ : બેન્ક સાથે રૂ.29.75 લાખનું ચિટીંગ કર્યાનો ઘટસ્ફોટ

આરોપીઓ અત્યાર સુધીમાં 138 એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યાનું પણ ખુલ્યું

મોરબી : મોરબીમાં પોલીસે એટીએમ ફ્રોડના મૂળ સુધી પહોંચીને લાખોની ચિટીંગ કરનાર આંતરરાજ્ય ગેગનો પર્દાફાશ કર્યો છે. અને આ ભેજાબાજ ગેંગના એક શખ્સને રાજકોટથી ઝડપી લીધો હતો.ત્યારે આ શખ્સને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.જોકે આ ભેજાબાજ ગેંગે મોરબીમાં બેન્ક સાથે રૂ.29.75 લાખનું ચિટીંગ કર્યાનું ખુલ્યું છે.ત્યારે 15 સભ્યોની ફરાર ગેંગને ઝડપી લેવા માટે રિમાન્ડ દરમ્યાન આરોપીની સઘન પૂછપરછ કરાશે.

- text

મોરબીમાં ગયા વર્ષે 2019માં સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ દરમ્યાન એસબીઆઈ બેંકની મેઈન બ્રાન્ચ દ્વારા જુદીજુદી જગ્યાએ આવેલા એટીએમ મશીનમાંથી કોઈ ભેજાબાજે અનોખી ટેક્નિકથી અમુક એટીએમ કાર્ડ દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડીને અંદાજે 30 લાખનું ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યા બાદ લાંબા ગાળા સુધી મોરબી એલસીબી અને એ ડિવિઝન પોલીસની ટીમોએ ટેક્નિકલ સ્ટાફની મદદથી એટીએમ ફ્રોડના બનાવના મૂળ સુધી પહોંચી મોરબીમાં એટીએમ ફ્રોડમાં ઉત્તરપ્રદેશની એક ભેજાબાજ ગેંગ સંડોવણી ખુલતાં રાજકોટમાં પણ એટીએમ ફ્રોડ કરવા આવેલા ઉત્તરપ્રદેશના પુરણસીંગ ઉદેસીંગ નિશાદને ઝડપી લીધો હતો.

પકડાયેલા આરોપીએ ઉત્તરપ્રદેશની 15 સભ્યોની ગેંગે મોરબીમાં અલગ અલગ તારીખે આવી અલગ અલગ બેકના 17 જેટલા એટીએમ કાર્ડથી એટીએમમાંથી પૈસા ઉપાડીને બેંક સાથે ચિટીંગ કર્યું હોવાની કબૂલાત આપી છે દરમિયાન પોલીસે આ આરોપીને આજે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.રિમાન્ડ દરમ્યાન ફરાર આરોપીઓના નામ ,સરનામા સહિતની વિગતો અંગે સઘન પૂછપરછ કરાશે.આરોપીઓ અત્યાર સુધીમાં 138 એટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો અને ગત નવેમ્બરથી જાન્યુઆરી માસ સુધીમાં રૂ.29.75 લાખનું ફ્રોડ કર્યું હોવાનું બહાર આવ્યું છે.આ બનાવની મહિલા પીએસઆઇ વી.કે.ગોંડલીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- text