MCX વીકલી માર્કેટ રિપોર્ટ : બુલડેક્સ 664 પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ સાથે 15,863ના સ્તરે

- text


  • કોટનમાં ૨૨,૮૨૫ ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડો ઘટ્યા, કપાસ પણ ઢીલું
  • સોનાના વાયદાના ભાવમાં રૂ. ૧૬૦ અને ચાંદીમાં રૂ. ૧,૦૦૩ની નરમાઈ
  • તમામ બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલમાં સાર્વત્રિક ઘટાડો : સીપીઓમાં બેતરફી વધઘટ, મેન્થા તેલ ઘટ્યું

કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૨૮ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓ કુલ રૂ.૧,૬૯,૭૬૯.૬૧ કરોડ, બુલિયન ઈન્ડેક્સ ફ્યુચર્સ-એમસીએક્સ બુલડેક્સમાં કુલ રૂ.૧,૨૭૦.૨૦ કરોડ, કોમોડિટી ઓપ્શન્સ ઓન ફ્યુચર્સમાં રૂ.૫,૭૮૪.૭૮ કરોડ અને કોમોડિટી ઓપ્શન્સ ઈન ગુડ્સમાં રૂ.૧૨.૦૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૬૦ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૦૦૩ ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઘટવા સામે નેચરલ ગેસમાં મિશ્ર વલણ હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં ૨૨,૮૨૫ ગાંસડીના સાપ્તાહિક વોલ્યુમ સાથે ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા. કપાસ પણ ઢીલું બંધ થયું હતું. સીપીઓમાં બેતરફી વધઘટ હતી, જ્યારે મેન્થા તેલ ઘટીને બંધ થયું હતું.

સપ્તાહ દરમિયાન કીમતી ધાતુનો ઈન્ડેક્સ એમસીએક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૬,૦૨૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૬,૪૪૭ અને નીચામાં ૧૫,૭૮૩ના મથાળે અથડાઈ, ૬૬૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૯૪ પોઈન્ટ ઘટી ૧૫,૮૬૩ના સ્તરે બંધ થયો હતો.

સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૮૯૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૨,૧૦૦ અને નીચામાં રૂ.૫૦,૫૦૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૧૬૦ (૦.૩૧ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૫૦,૭૪૨ના સ્તરે બંધ થયો હતો.

ગોલ્ડ-ગિનીનો સપ્ટેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૧,૪૯૪ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૧૧ (૦.૨૭ ટકા)ના ઘટાડા સાથે રૂ.૪૧,૨૨૫ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો સપ્ટેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૧૮૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૧ (૦.૨૧ ટકા) ઘટી બંધમાં રૂ.૫,૧૬૦ના ભાવ થયા હતા.

સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧,૧૯૭ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૨,૧૮૦ અને નીચામાં રૂ.૫૦,૬૨૦ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૧૫૩ (૦.૩૦ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૫૦,૮૨૩ના ભાવ થયા હતા.

- text

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૮,૪૬૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૭૩,૨૫૪ અને નીચામાં રૂ.૬૬,૩૦૬ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૦૦૩ (૧.૪૮ ટકા)ના ઘટાડા સાથે રૂ.૬૬,૯૨૬ના સ્તરે બંધ થયો હતો.

ચાંદી-મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૮,૪૮૭ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૦૩૪ (૧.૫૨ ટકા)ના ઘટાડા સાથે રૂ.૬૬,૯૪૮ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૮,૩૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૦૫૧ (૧.૫૫ ટકા) ઘટી બંધમાં રૂ.૬૬,૯૪૬ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૫૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫.૯૦ (૧.૧૩ ટકા) ઘટી રૂ.૫૧૫.૦૫ બંધ થયો હતો, જ્યારે નિકલનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧,૧૩૦.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૬.૬૦ (૧.૪૭ ટકા) ઘટી બંધમાં રૂ.૧,૧૦૯.૯૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૪૬.૦૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૦.૮૫ (૦.૫૮ ટકા) ઘટી રૂ.૧૪૪.૮૦ના સ્તરે રહ્યો હતો. સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.૧૫૫.૯૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૯૫ (૧.૯૦ ટકા) ઘટી રૂ.૧૫૨.૩૫ અને જસતનો સપ્ટેમ્બર વાયદો રૂ.૧૯૫.૬૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૨૦ (૦.૬૨ ટકા) ઘટી રૂ.૧૯૩.૭૫ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૧૮૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૨૧૩ અને નીચામાં રૂ.૨,૯૬૩ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૧૨૮ (૪.૦૪ ટકા)ના ઘટાડા સાથે બંધમાં રૂ.૩,૦૪૪ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૨૦૦.૪૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૭.૧૦ (૮.૫૯ ટકા) ઘટી રૂ.૧૮૨ થયો હતો, જ્યારે નેચરલ ગેસનો નવેમ્બર વાયદો રૂ.૧.૨૦ (૦.૫૦) સુધરીને બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના બંને વાયદા ગાંસડીદીઠ રૂ.૧૪૦થી રૂ.૧૭૦ની રેન્જમાં ઘટ્યા હતા. કોટનનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૭,૭૨૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૭,૯૦૦ સુધી અને નીચામાં રૂ.૧૭,૫૫૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૧૪૦ (૦.૬૮ ટકા)ના ઘટાડા સાથે રૂ.૧૭,૬૫૦ના સ્તરે બંધ થયો હતો.

કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૦૩૫ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૦૩૮ અને નીચામાં રૂ.૧,૦૨૨ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૯ (૦.૮૭ ટકા) ઘટી રૂ.૧,૦૨૪ના સ્તરે બંધ થયો હતો.

ક્રૂડ પામતેલ (સીપીઓ)ના ત્રણેય વાયદાઓમાં ૧૦ કિલોદીઠ ૨૦ પૈસાથી રૂ.૨૦.૧૦ની રેન્જમાં મિશ્ર વધઘટ હતી. સીપીઓનો સપ્ટેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૭૭૨ ખૂલી, સપ્તાહના અંતે ૨૦ પૈસા (૦.૦૩ ટકા) ઘટી રૂ.૭૬૬.૩૦ થયો હતો, જ્યારે સીપીઓનો દૂર ડિલિવરીનો નવેમ્બર વાયદો રૂ.૨૦.૧૦ (૨.૬૯ ટકા) વધી રૂ.૭૬૮.૧૦ના સ્તરે બંધ થયો હતો.

મેન્થા તેલનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૧,૦૦૧.૧૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૦૦૯.૯૦ અને નીચામાં રૂ.૯૬૭.૬૭ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૨૧.૭૦ (૨.૧૬ ટકા) ઘટી બંધમાં રૂ.૯૮૧ના ભાવે બંધ થયો હતો.

- text