ચેતજો : વોટ્સએપના નામે લોટરી લાગી હોવાના ફેક મેસેજથી સાવધાની રાખવી જરૂરી

- text


યુઝરને નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન અને અનિલ અંબાણીને હોલ્ડર દર્શાવી રૂ. 25 લાખની લોટરીની લાલચમાં ભરમાવાઇ છે

મોરબી : મોરબીવાસીઓને થોડા દિવસથી લોટરી લાગી હોવાના ફેક મેસેજ વોટ્સએપ પર આવી રહ્યા છે. આ મેસેજ KBC, Jio અને વોટ્સએપના નામે ફરતા થયા છે. મેસેજમાં ફોટોની સાથે ઓડીઓ ક્લિપમાં લોટરીની પ્રોસેસ જણાવવામાં આવે છે. આમ, ખોટા મેસેજ દ્વારા લોકોને લોટરીની લાલચ આપી ફસાવવામાં આવે છે. ત્યારે આવા મેસેજથી ભરમાયા વિના સાવધાની રાખવી જરૂરી છે.

KBC Jioના નામે લોટરી લાગી હોવાના ફેક મેસેજ વોટ્સએપ પર ફરતા થયા છે. આવા મેસેજમાં નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન અને અનિલ અંબાણીને હોલ્ડર દર્શાવી KBC Jioના નામે સરકારી લકી ડ્રોમાં રૂ. 25 લાખની લોટરી લાગી હોવાનું ફોટોમાં દર્શાવવામાં આવે છે. તેમજ એક ઓડિયો કલીપમાં વોટ્સએપની હેડ ઓફિસમાંથી કોઈ અધિકારી વાત કરતો હોય તેવું કહેવામાં આવી છે. જેમાં વોટ્સએપ યુઝરને લોટરી લાગી હોવાનું અને લોટરી મેળવવા માટે SBI બેંક થકી વોટ્સએપ નં. 73548 74816 પર વોટ્સએપમાં કોલ અને મેસેજ કરવાનું જણાવવામાં આવે છે.

- text

આ ફોટો અને ઓડિયો ક્લિપ કે આવા કોઈપણ પ્રકારના મેસેજ ફેક હોય છે. જેના દ્વારા લોકોને ફસાવી રૂપિયા પડાવી લેવામાં આવે છે. અથવા ઓનલાઇન ફ્રોડ કરવામાં આવે છે. આથી, આવા મેસેજથી સાવચેત રહેવું જરૂરી છે. ATM નંબર પરથી ખોટી રીતે ઓનલાઇન પૈસા ઉપાડી લેવા, OTP નંબર દ્વારા ફ્રોડ કરવું જેવા અનેક કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે સાવધાનીથી કામ લેવું અને આવા નંબરને બ્લોક કરી દેવા આવશ્યક છે.

મોરબી અપડેટ દ્વારા દરેક નાગરિકોને અપીલ છે કે કોઈ પણ ફોન કોલ કે મેસેજમાં કોઈ પણ પ્રકારની બેંકની અન્ય કોઈ વિગત શેર ના કરવી. અને કોઈ અજાણ્યા કંપનીના મેસેજમાં આપેલી લિંક પર પર ક્લિક ના કરવી.

- text