દસ માસ પૂર્વે સગીરાને ભગાડી જનાર આરોપીને MPથી ઝડપાયો

- text


મોરબી : દસ માસ પૂર્વે મોરબીના લાલપર ગામના એક સીરામીક યુનિટમાંથી સગીરાને ભગાડી જનાર મૂળ મધ્યપ્રદેશના શખ્સને ભોગ બનનાર સાથે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઇન્દોર ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આશરે 10 માસ પૂર્વે મોરબીના લાલપર ગામે આવેલી ઇટાકા સીરામીકમાંથી મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના નરસિંહગઢ તાલુકાના બેરસિયા ગામનો ૨૨ વર્ષીય મનોજ કલુરામ સૂર્યવંશી નામનો યુવાન એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બનાવમાં અપહરણનો ગુન્હો નોંધાયો હતો. આ બનાવની તપાસ દરમ્યાન એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી હતી કે ઉક્ત આરોપી મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભોગ બનનાર સગીરા સાથે છે. માહિતીના આધારે પી.આઈ. વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. હિતેન્દ્રસિંહ ચુડાસમા, પો.કોન્સ. નંદલાલ વરમોરા, પો.હેડ. કોન્સ દસરથસિંહ ચાવડાની ટીમે આરોપીને ભોગ બનનાર સાથે ઇન્દોરથી ઝડપી પાડી મોરબી ખાતે લઈ આવ્યા હતા. ભોગ બનનાર તથા આરોપીનો કોવિડ -19 ટેસ્ટ કરાવ્યા બાદ પોલીસે બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text