મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિથી પાકની નુકશાની અંગે 50 ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ

- text


આગામી તા. 10 સુધીમાં જિલ્લાના પાંચેય તાલુકામાં ખેતીની નુકશાનીનો સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાશે

મોરબી : મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીના પકોમાં વ્યાપક નુકશાની થઈ છે. ત્યારે સમગ્ર જિલ્લામાં પાકની નુકશાનીનો સર્વે કરવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 50 ટીમોની રચના કરવામાં આવી છે. આ 50 ટીમો દ્વારા ગત તા.31 ના રોજ જિલ્લામાં પાકની નુકશાનીનો સાચો અંદાજ કાઢવા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી તા.10 સુધીમાં એટલે હવે બાકીના સાત દિવસમાં જિલ્લાના પાંચેય તાલુકામાં ખેતીની નુકશાનીનો સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાશે.

મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીમાં વ્યાપક તારાજી થઈ છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ કુલ મોરબી જિલ્લામાં 3 લાખ 23 હજાર હેકટર જમીનમાં વાવેતર થયું છે. જો કે આ વર્ષે વાવેતર પણ સારું થયું છે. પણ હમણાં પડેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળતા 66761 હજાર હેકટર જમીનમાં થયેલા વાવેતરને નુકશાની થઈ હોવાનો અંદાજ છે. જેમાં સૌથી વધુ મોરબીમાં 27500 હેકટર, માળીયામાં 23 હજાર હેકટર, ટંકારામાં 9 હજાર 500 હેકટર, વાંકાનેરમાં 3 હજાર 400 હેકટર, હળવદમાં 3 હજાર 200 હેકટરમાં નુકશાન થયું હોવાનું અનુમાન છે.

- text

સૌથી વધુ પાકની વાત કરીએ તો તલ, મગ, ગવાર સહિતના પાકોને વ્યાપક નુકશાની થઈ છે. આ પાકની નુકશાનીનો સર્વે કરવા માટે 50 ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં દરેક ટીમમાં તલાટી મંત્રી, ગ્રામ સેવક અને સહયોગ માટે સરપંચ, ઉપસરપંચ અને ખેડૂતો જોડાશે. ગત 31 ઓગસ્ટથી પાકની નુકશાના સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી દશ દિવસમાં પુરી કરવાની હોય છે. એટલે કે હવે આગામી સાત દિવસ એટલે તા.10 સુધીમાં આ સર્વની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણે જણાવ્યું હતું.

- text