વાંકાનેરમાંથી સગીરાને ભગાડી જનાર આરોપી મહારાષ્ટ્રમાંથી પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ કલમ મુજબના ગુના સંદર્ભે વાંકાનેર સીટી પોલીસ અને આરોપી તથા ભોગ બનનાર અંગે એલ.સી.બી મોરબી સાથે સંકલનમાં રહી આરોપી તથા ભોગ બનનાર અંગે તપાસ કરતા આરોપી તથા ભોગ બનનાર હાલમાં મહારાષ્ટ્ર રાજયના અમરાવતી જીલ્લાના અંજનગાવ ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતા આરોપી તથા ભોગ બનનારને શોધવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની એક ટીમ મહારાષ્ટ્ર ખાતે તપાસમા ગયેલ હતી.

- text

પોલીસે તપાસ દરમિયાન આરોપી યાકુબ ઉર્ફે શકરો મહેબુબભાઇ બેલીમ (ઉ.વ. 22, રહે. હસનપર, તા. વાંકાનેર) તથા આ કેસના ફરિયાદીની સગીર વયની દીકરી (ઉ.વ. 17) મળી આવતા આજ રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે રજુ કરેલ છે. અને આરોપી તથા ભોગ બનનારનો સરકારની ગાઇડલાઇન મુજબ કોવીડ-19નો ટેસ્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text