મોરબીના ખખડધજ રસ્તાઓ અને હાઇવેના સર્વિસ રોડની બિસ્માર હાલત સુધારવા રજૂઆતો

- text


મોરબી-કંડલા નેશનલ હાઇવેનો સર્વિસ રોડ તાત્કાલીક રીપેર કરવા માંગ

મોરબી-કંડલા નેશનલ હાઇવેનો સર્વિસ રોડ તાત્કાલીક રીપેર કરવા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબી-કંડલા હઇવે પર લાલપરથી મહેન્દ્રનગર સુધીના નેશનલ હાઇવેની બન્ને બાજુ આવેલ સર્વિસ રોડ પર એક ફુટ જેટલા કે તેથી વધારે સુધીના ગાબડા પડી ગયેલ છે. જેને આજે અંદાજે એક માસથી પણ વધુ સમય થવા પામેલ છે. આ રસ્તાની આજુ-બાજુમાં મોટા ભાગના સિરામીક ઉદ્યોગ આવેલ છે. જેથી, 24 કલાક આ હાઈવે ટ્રાફીકથી ધમધમતો રહે છે. આવા વ્યસ્ત નેશનલ હાઇવેની બન્ને બાજુના સર્વિસ રોડ પર વાહન ચલાવવું તો બહુ દુરની વાત થઇ ત્યા ચાલવું પણ મુશ્કેલ છે. વારંવાર અકસ્માત પણ સર્જાય છે અને ઘણા લોકોએ જીવ પણ ગુમવ્યા છે. છતા આ બાબતે કોઇ દરકાર લેવામાં આવતી નથી. જેથી, મોરબી-કંડલા હઇવે પર લાલપરથી મહેન્દ્રનગર સુધીના નેશનલ હાઇવેની બંને બાજુ આવેલ સર્વિસ રોડ તાત્કાલીકના ધોરણે 2 દિવસમાં રીપેર કરવા વિનંતી સાથે ભલામણ કરી છે. જો 2 દિવસમાં રીપેર કરવામાં નહી આવે તો નાછુટકે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે, તેવી ચીમકી આપવામાં આવેલ છે.

8A નેશનલ હાઇવેના સર્વિસ રોડની બિસ્માર હાલત અંગે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી : વિશ્વ હિન્દુ પરષદ બજરંગદળ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને 8A નેશનલ હાઇવેના સર્વિસ રોડની બિસ્માર હાલત અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબીથી વાંકાનેર જતો 8A નેશનલ હાઇવે રોડની બાજુમાં ત્રાજપર ચોકડી પાસેના બંને બાજુના સર્વિસ રોડની હાલત ખુબ જ ખરાબ છે. નાના વાહનચાલકોના વાહન અવારનવાર ત્યાં ફસાય જાય તેવા રોડ પર ખાડા છે. તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. કોઈ રાહદારી તેનો ભોગ બને તે પહેલા આ સર્વિસ રોડનું કામ ઝડપથી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે.

- text

મોરબીમાં રસ્તા અને ગટરની સમસ્યાનો ઉકેલ લાવવા કલેક્ટરને આવેદન

મોરબીના જાગૃત યુવાનો દ્વારા પંકજભાઈ રાણસરીયાની આગેવાનીમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં રસ્તા તેમજ ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણાની સમસ્યાનો ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદન પત્રમાં જણાવાયું છે કે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ વાવડી રોડ, નવા ડેલારોડ તથા બાયપાસ રોડ પર આવેલ ભૂગર્ભ ગટરના ઢાંકણા અમુક જગ્યાએ ખુલ્લા જોવા મળે છે. જેથી રોડ પર પસાર થતાં લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ ખાડાવાળા રસ્તામાં રીપેરીગના બદલે માટી નાખીને સમારકામ કરેલ છે. જેથી, વરસાદમાં રોડ, રસ્તા સારા રહેતા નથી. આથી, નવા બનાવેલ રસ્તાનું કામ વર્કઓર્ડર પ્રમાણે બનાવેલ છે કે નય તેની યોગ્ય રીતે તપાસ કરવા બાબતે માંગ કરી છે.

વધુમાં, મોરબી નગરપાલિકા, મોરબી તાલુકા પંચાયત અને મોરબી જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા એક વર્ષમાં અપાયેલ રોડ રસ્તાના કામોના કોન્ટ્રાક્ટરએ કરેલ કામની સમિક્ષા કરવા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટરને જિલ્લામાં પુનઃ ક્યાંય પણ કામ ના આપવામાં આવે તે રીતે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેમજ ખતાકિય બેદરકારી કરનાર અધિકારી કે કર્મચારી સામે વિજિલન્સ તપાસ કરવા અંગે પણ માંગ કરવામાં આવી છે.

- text