મોરબી અને વાંકાનેરમાં શ્રાવણીયો જુગાર રમતા 9ની ધરપકડ

- text


મોરબી : સાતમ આઠમના તહેવારો નજીક આવતા શ્રાવણીયા જુગારની બદી હવે દરેક વિસ્તારમાં ફેલાય રહી છે. તેથી, પોલીસે પણ આ શ્રાવણીયા જુગારની બદીને કડક હાથે ડામી દેવાની કાર્યવાહી ચાલુ રાખી છે. જેમાં મોરબી અને વાંકાનેર વિસ્તારમાં ગઈકાલે પોલીસે શ્રાવણીયો જુગાર રમતા 9 શખ્સોને ઝડપી લીધા હતા. અને આ તમામ સામે જુગર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગઈકાલે સામાકાંઠે આવેલ ત્રાજપર ચોરા પાસે ચોકમા જુગાર રમતા ગોવિંદ ઉર્ફે ગલી દિનેશભાઇ અદગામા અને ધરમશીભાઇ ઉર્ફે લાલો રાજુભાઇ ગણેશીયાને રોકડા રૂપીયા ૩૨૦૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ વાંકાનેર સીટી પોલીસે વાંકાનેર પ્રતાપ રોડ માર્કેટવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા મુકેશભાઇ જગજીવનભાઇ ભલગામડીયા, કલ્પેશભાઇ બાબુલાલ મહેતા, મુસ્તુફા ઉર્ફે મુસો સબીરભાઇ હામીદને રોકડા રૂ. ૧૨,૮૫૦ સાથે ઝડપી લીધા હતા.

આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જીકેશભાઇ રતીલાલ અધારા, પ્રવિણભાઇ કાનજીભાઇ અધારા, જોહરભાઇ ઇબ્રાહીમભાઇ પટેલ અને મનુભાઇ સામંતભાઇ વીરસોડીયાને રોકડ રૂ. ૧૦,૧૬૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text