મોરબીના મચ્છુ ડેમ-3નો એક દરવાજો ગતરાત્રે એક ફૂટ ખોલાયા બાદ આજે બંધ કરાયો

- text


ગત રાત્રીના 10 વાગ્યા પછી આજ સવારના 6 સુધીમાં એક માત્ર માળીયામાં 32 મીમી વરસાદ પડ્યો

મોરબી : મોરબીના સાદુંળકા ગામ પાસે આવેલા મચ્છુ ડેમ-3 ઉપરવાસના વરસાદને પગલે ગઈકાલે 80 ટકા ભરાઈ ગયા બાદ ગતરાત્રે આ ડેમ ઓવરફ્લો થયો હતો અને ગતરાત્રે જ મચ્છુ ડેમ – 3નો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો. જો કે આજે પાણીની આવક ઓછી થતા મચ્છુ ડેમ-3નો ખોલાયેલો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ગતરાત્રીના 10 વાગ્યા પછી આજ સવારના 6 સુધીમાં એક માત્ર માળીયામાં 32 મીમી વરસાદ પડ્યો હતો.

- text

મચ્છુ ડેમ – 3 ગઈકાલે 80 ટકા જેવો ભરાઈ ગયા બાદ આ ડેમ હેઠળના ગામો એલર્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે ગઈકાલે ઉપરવાસ વરસાદને પગલે મચ્છુ ડેમ-3 માં પાણીની આવક અવિરત ચાલુ રહી હતી. આથી, ગતરાત્રે આ ડેમ ઓવરફ્લો થયો હતો અને ગતરાત્રીના સમયે મચ્છુ ડેમ – 3નો એક દરવાજો એક ફૂટ ખોલાયો હતો. પરંતુ આજે વરસાદના વિરામના કારણે પાણીની આવક ઘટાડો થતા આજે મચ્છુ ડેમ – 3નો ખોલાયેલો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે. આ ડેમમાં હાલ 135 ક્યુસેક પાણીની આવક છે.

જ્યારે વરસાદની વિગત જોઈએ તો ગઈકાલે રાત્રીના આઠ વાગ્યે મોરબી જિલ્લામાં મેઘરાજાએ ભારે પવન સાથે તોફાની મુદ્રામાં મેઘકૃપા વરસાવી હતી અને ગત રાત્રીના 10 વાગ્યા પછી આજ સવારના છ વાગ્યા સુધીમાં એકમાત્ર મળિયામાં 32 મીમી વરસાદ પડ્યો હોવાનું જાણવા મળે છે. બાકીના તમામ વિસ્તારોમાં મેઘ-વીરામ રહ્યો હતો. છેલ્લી માહિતી મુજબ આજે બપોરના 12 વાગ્યા સુધી વરસાદી માહોલ વચ્ચે મેઘ-વીરામ રહ્યો છે.

- text