રિક્ષામાં 120 લીટર દેશી દારૂ સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ નજીક રિક્ષામાં 120 લીટર દેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

રંગપર ગામ નજીક સત્યમ કાંટા પાસેથી સાગર ઉર્ફે ડોકટર રાજેશભાઇ કુકાવા (ઉ.વ.૨૫, ધંધો-મજુરી, રહે-વિધુતનગર આણંદભાઇની વાડી સામે, તા-જી-મોરબી)ને દેશી દારૂ લી. 120, કિ.રૂ. 2,400 સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. તેણે ગે.કા. પાસ, પરમીટ કે આધાર વગર રીક્ષા નં. જી-જે-૩૬-યુ-૨૪૬૪માં દેશી દારૂનો જથ્થો ભરેલ હતો. પોલીસે દેશી દારૂનો જથ્થો તથા રીક્ષા મળી કુલ રૂ. 22,400નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text