ભલગામ અને ભરતનગરના ‘હરતા-ફરતા પશુ દવાખાના’ દ્વારા કુલ 270 પશુઓને સારવાર અપાઈ

મોરબી : ગુજરાતમાં પશુ પાલન વિભાગ દ્વારા ’10 ગામ દીઠ 1 હરતા-ફરતા પશુ દવાખાના’ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હાલ મોરબી તાલુકાના ભરતનગર તથા વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે કાર્યરત છે. જેમાં નક્કી કરાયેલ 10 ગામોને આ સુવિધાનો લાભ આપવામાં આવે છે. ત્યારે અત્યાર સુધી ભલગામના પશુ દવાખાના દ્વારા 135 પશુઓ તથા ભરતનગરના પશુ દવાખાના દ્વારા 135 પશુઓ મળી કુલ 270 પશુઓને સારવાર આપવામાં આવી છે. આ સુવિધાનો લાભ રવિવાર સિવાય સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મળવાપાત્ર છે. જેમાં પશુઓને તથા રોગનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.