ટંકારામાં રોડની વચ્ચે ઉભા રહેવા મામલે મારામારી, બેને ઇજા

બે ભાઈઓએ હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

ટંકારા : ટંકારામાં રોડની વચ્ચે ઉભા રહેવા મામલે મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. બાદમાં આ બનાવ અંગે બે ભાઈઓએ હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અરવિદભાઇ રમેશભાઇ પટેલ (ઉ.વ.૩૦ ધંધો.વેપાર રહે. ટંકારા લો વાસ) એ આરોપીઓ બુસીયો તથા તેનો ભાઇ (રહે. બંન્ને ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૭ ના રોજ ટંકારા ઉગમણાનાકા પાસે ફરીયાદી તેનુ મોટર સાયકલ લઇને જતા હોય, તે વખતે આરોપીઓ રોડ વચ્ચે ઉભા હોય જેથી ફરીયાદીએ સાઇડમા ઉભુ રહેવાનુ કહેતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી જતા રહેવાનુ કહેતા ફરીયાદી તથા સાહેદ આરોપીને સમજાવવા જતા આરોપીઓએ તેના હાથમા રહેલ બાવળના ધોકા વડે ફરીયાદીને ડાબી સાઇડના હોઠના ભાગે મારતા અગિયાર ટાંકા તથા ડાબી બાજુ ડોકના ભાગે તથા ડાબા હાથના અંગુઠાના ભાગે મુંઢ ઇજા કરી હતી તથા આરોપીઓએ તેના હાથમા રહેલ લોંખડ પાઇપ વડે સાહેદને ડાબા પગના સાથળના ભાગે તથા કેડના ભાગે મારી મુંઢ ઇજા કરી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.