વાંકાનેર નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર નજીક પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે તા.૨૭ ના રોજ વાંકાનેર પુલ દરવાજા ટાઉન હોલ પાસે જાહેરમાં જુગાર રમતા ધરમશીભાઇ ઉર્ફે ધમાભાઇ મોહનભાઇ સારદીયા, રમજાનઅલી પ્યારઅલી પંચવાણી, હઠાભાઇ સામતભાઇ ગમારા, નિલેશભાઇ ધનજીભાઇ જોલાપરા તથા મહેશભાઇ જયસુખભાઇ બોરીચાને રોકડા રૂ. ૨,૨૩૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.