વાંકાનેર : ભલગામમાં ‘ફરતા પશુ દવાખાના’નું લોકાર્પણ કરાયું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામમાં 10 ગામ દીઠ 1 ‘ફરતા પશુ દવાખાના’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ગામના અગ્રણીઓ તથા લોકો હાજર રહ્યા હતા. આ ‘ફરતા પશુ દવાખાના’નો લાભ જેપુર, રૂપાવટી, વસુંધરા, રંગપુર, મેસરીયા, અદેપર સહિતના 10 ગામોને મળવાપાત્ર રહેશે.