મોરબી : રેલવે કોલોનીમાં કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો

મોરબી : મોરબીમાં આવેલ રેલવે કોલોનીમાં રહેતા રેલવેના કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો છે. હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી શહેરના સ્ટેશન રોડ પર આવેલ રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાના મંદિરની સામે ન્યુ રેલવે કોલોનીમાં રહેતા અશોકકુમાર કે. બેનીવાલ (ઉ.વ. આશરે 55) આજે તા. 18ના રોજ વહેલી સવારે 6 વાગ્યા આસપાસ વોશરૂમમાં કુદરતી હાજતે ગયા હતા. ત્યારે તેનું મૃત્યુ થયું હતું. આ બનાવની નોંધ કરી પોલીસ દ્વારા બનાવની આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં અશોકકુમારનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું ખુલ્યું છે. તેમજ તેઓ મૂળ રાજસ્થાનના વતની તથા હાલમાં મોરબી રેલવે સ્ટેશનમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોવાના અહેવાલ મળ્યા છે.