મોરબીના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા રજુઆત

- text


મોરબી : મોરબી શહેરમાં વર્ષોથી રખડતા પશુઓનો ત્રાસ છે. ખાસ કરીને શહેરના રાજમાર્ગો ઉપર રખડતા પશુઓનો અંડિગો છે. અને વારંવાર જાહેર માર્ગો ઉપર આખલાયુદ્ધ થાય છે. જેથી, લોકો મુશ્કેલીમાં મુકાય જાય છે. આથી, રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

આમ આદમી પાર્ટી મોરબી શહેર યુવા પ્રમુખ રાજન ગામી તથા ટીમ દ્વારા મોરબી શહેરના રસ્તાઓ પર વિચરતા પશુઓનો ત્રાસ દૂર કરવા બાબતે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન આપવામાં આવ્યું હતું. આ આવેદનમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ બિનવારસી રખડતા પશુઓથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. તથા શહેરના દરેક માર્ગો ઉપર રખડતા પશુઓનો અડિંગો છે. આ પશુઓ ગમે ત્યારે આપસમાં લડી ઝઘડી પડે છે અને ટ્રાફિક તથા લોકોની સલામતી જોખમાય છે. હાલમાં વરસાદની સિઝન છે. આથી, શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ છે.શહેરનો એકપણ વિસ્તાર રખડતા પશુઓના ત્રાસથી બચી શક્યો છે. એકંદરે રખડતા પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ છે. આ પશુઓથી હિંસક હુમલાનો પણ ભય રહેલ હોઈ આ સમસ્યાનું મોરબીની જનતા તથા પશુઓનું હિત જળવાય રહે એ રીતે સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.

- text

 

- text