મોરબી : બાયો-ડીઝલ તથા અન્ય હાનિકારક કેમિકલ્સનો મંજૂરી વિના થતો વેપાર અટકાવવા માંગ

- text


મોરબી ડીસ્ટ્રીકટ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ

મોરબી : મોરબી ડીસ્ટ્રીકટ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા બાયો-ડીઝલ તથા અન્ય હાનિકારક કેમિકલ્સનું પરવાનગી વિના વેચાણ થતુ રોકવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે સમગ્ર મોરબી જીલ્લામા બાયો-ડિજલ તથા અન્ય હાનિકારક કેમિકલ્સનું વેચાણ અનઅધિકૃત રીતે ટ્રક, ટ્રેકટર તથા અમુક ઉદ્યોગમાં થતુ હોવા બાબતે માહિતી મળી રહી છે. જેના કારણે પેટ્રોલ પમ્પ ઉપરથી ડિજલના વેચાણમા જંગી ઘટાડો થયેલ છે. અને તેના પરિણામ રૂપે નીચે જણાવેલ ગંભીર મુદ્દા તમામ પ્રકારે નુકસાન કરે છે.

1. કેન્દ્ર સરકારને ડીજલ ઉપરની એક્સાઇઝ ડ્યુટી રૂ. 31.83 ન મળવાથી નુકશાન થાય છે.

2. રાજ્ય સરકારને ડીઝલ ઉપરનો વેટ રૂ. 16 ન મળવાથી નુકસાન થાય છે. આમ પ્રતિ લીટરે ટોટલ રૂપિયા 48 નું નુકસાન થાય છે.

- text

3. પ્રદૂષણ ઓછું ફેલાઇ તે માટે તારીખ 1 એપ્રિલ, 2020 થી ભારત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશને કારણે BS-VI ના ધારાધોરણ મુજબનું ઇંધણ પેટ્રોલ-ડીઝલ દરેક વાહનને મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે. પરંતુ આવા ગેરકાયદેસર પદાર્થોના કે કેમિકલના વેચાણ કે ઉપયોગથી સરકારના પ્રયાસોથી વિરુદ્ધ પ્રદૂષણ ફેલાય છે. તેના કારણે સુપ્રીમ કોર્ટના ઓર્ડરનો પણ ભંગ થાય છે.

4. આવા પદાર્થના છૂટક વેચાણ કિંમત ડીઝલ કરતાં આશરે 33% જેટલી ઓછી હોય છે.

5. વાહનનું રજિસ્ટ્રેશન થાય ત્યારે ફ્યુઅલ તરીકે ડીઝલ લખવામાં આવે છે ત્યારે આ પ્રકારનું ડુપ્લીકેટ બાયો-ડીઝલ કે કેમિકલ વાપરે તો મોટર વહિકલ એક્ટ 1989 ના કાયદાનો ભંગ થાય છે.

6. આ પ્રકારનું ડુપ્લીકેટ બાયો ડીઝલ કે અન્ય કેમિકલનું ગેરકાયદેસર રીતે વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગ કરવાથી નીકળતા ધુમાડાઓ સ્વાથ્યના રોગો, ચામડીના રોગો તથા શ્વાસના રોગો માટે હાનિકારક છે. તથા તમામ પ્રકારે કેન્સર રૂપ છે.

આથી, સમગ્ર મોરબી જિલ્લામાં વગર પરવાનગીએ વેચાણ થતાં બાયો-ડીઝલ કે અન્ય કેમિકલ પદાર્થનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ થાય તથા આ વેચાણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાયદાકીય કાર્યવાહી થાય તેવા પગલાં લેવા સંબંધિત વિભાગને જાણ થાય તેવી રજુઆતમાં અપીલ કરવામાં આવી છે.

- text