સીરામીક કંપનીમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા આશાસ્પદ યુવકનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલા સીરામીક કારખાનામાં એક યુવકને ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

ગઈકાલે તા.16ના રોજ મોરબી તાલુકાના રંગપર ગામમાં રહેતા 32 વર્ષીય અશ્વીનભાઇ સવજીભાઇ અંદરપાને લીનોરા વીટ્રીફાઇડ સીરામીકના કારખાનામાં કામ કરતી વખતે ઇલેકટ્રીક શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text