મોરબી જિલ્લાના 14 ગામોમાં વરસાદ અને ભારે પવનના કારણે વીજળી પુરવઠો ખોરવાયા બાદ ફરી શરૂ કરાયો

- text


નાગડાવાસ ગામમાં 8 પોલ પડી જતાં રીપેરીંગની કામગીરી ચાલુ

મોરબી : મોરબી જિલ્લાના 14 ગામોમાં ગઇકાલે વરસાદના કારણે પાવર સપ્લાય બંધ થઇ ગયો હતો. જેને થોડા કલાકોમાં તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો. તેમજ નાગડાવાસ ગામમાં રાત્રે 8 પોલ પડી જતાં હાલમાં રીપેરીંગની કામગીરી ચાલુ છે.મોરબી જિલ્લામાં ગઇકાલે પવનની સાથે ધોધમાર વરસાદ આવ્યો હતો. જેના કારણે જિલ્લાના નાગડાવાસ-રામપર ગામ સહિતના 14 ગામોમાં પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો. જેમાં તાત્કાલિક કામગીરી કરીને રાતના 2-30 વાગ્યા આસપાસ પાવર સપ્લાય ફરી ચાલુ કરી દેવામાં આવ્યો હતો. તેમજ નાગડાવાસ ગામમાં 8 વીજ પોલ પવનના કારણે પડી ગયા હતા. તેથી, તેનો પાવર ડાઈવર્ટ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજપોલ રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પીજીવીસીએલના જણાવ્યા મુજબ અત્યારે કોઈ ગામમાં ઇલેક્ટ્રિસિટીની સમસ્યા નથી અને પાવર સપ્લાય ચાલુ છે.

- text