- text
મોરબી : મોરબી સમાકાંઠે આવેલ સિરામિક પ્લાઝામાં આવેલી દુકાનમાં આજે આચનક આગ લાગી હતી.
- text
જેમાં સિરામિક પ્લાઝાના બીજા માળે આવેલ એક દુકાનમાં આગ ભભૂકી ઉઠી હોવાનું જાણવા મળ્યું છે. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન દર્શાવ્યું છે. આગની ઘટનાની જાણ થતાં મોરબીનો ફાયર બીગ્રેડ વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગને બુઝાવી નાખી હતી. જોકે સદભાગ્યે આગની ઘટનમાં જાનહાની થઈ નથી.
- text