ટંકારા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત : 18 વર્ષના યુવાનનું મોત

- text


 

ખાખી મંદિર પાસેની ઘટના : રોંગ સાઈડમાં આવતા બાઇકને ટ્રકે હડફેટે લેતા સર્જાયો અકસ્માત

ટંકારા : રાજકોટ- મોરબી રોડ પર ખિજડીયા ચોકડીથી થોડે દૂર ખાખી મંદિર પાસે આજે બપોરના સુમારે રોંગ સાઈડમાં આવતા GJ 3 DQ 2783 નંબરના બાઇકને GJ-Y-5173 નંબરના ટ્રકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક ઉમીયા નગરના આશરે 18 વર્ષના આશાસ્પદ યુવાન હેપ્પી બોરસાણિયાનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text

અકસ્માત બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. તેઓએ યુવાનને તાત્કાલિક ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયો હતો. બાદમાં યુવાનને વધુ સારવાર માટે રાજકોટ દાખલ કરાયો હતો. પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલા જ યુવાનનું મોત થયું હોય પરીવાર પર આભ તૂટી પડયું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- text