I-Khedut પોર્ટલ પર ગુડ્ઝ કેરેઝ વાહન માટે નાણાકીય સહાયની અરજી 15 ઓગસ્ટ સુધી કરી શકાશે

- text


મોરબી : વર્ષ ૨૦૨૦-૨૧ માટે i-khedut પોર્ટલ પર ખેતીવાડી ખાતાની નવી યોજનાઓ મુખ્યમંત્રી સ્ટોરેજ સ્ટ્રક્ચર યોજના હેઠળ પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) અને કિસાન પરિવહન યોજના હેઠળ કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડીયમ સાઈઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી પર નાણાંકીય સહાય આપવાની યોજનાની અરજીઓ મેળવવા માટે તારીખ ૦૯/૦૭/૨૦૨૦ થી ૧૫/૦૮/૨૦૨૦ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે. આ યોજનામાં લાભ/સહાય લેવા માંગતા ખેડૂતો દ્વારા i-khedut પોર્ટલ પર યોજનાની શરતોને આધિન ઓનલાઈન અરજીઓ કરી શકશે. તેઓએ અરજીની પ્રિન્ટ આઉટ લઇ અરજીની નકલ ૭-૧૨,૮-અ,આધારકાર્ડ ની નકલ, બચત ખાતાના બેન્કની પાસબુકની ઝેરોક્ષ, અનુ. જાતિ, અનુ. જનજાતિ દાખલા સાથે જે તે ગામના ગ્રામ સેવક, તાલુકા ખેતીવાડી શાખામાં વહેલી તકે અરજી પહોચતી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મોરબી દ્વારા જણાવવામાં આવે છે.

- text