માળીયાના હરિપર ગામે 4 મહિનાથી વીજળીના ધાંધીયા : ગ્રામલોકો ત્રસ્ત

- text


વીજળીના વારંવાર ઝટકાથી વીજ ઉપકરણોને નુકશાન થયું : લાઈટ પ્રશ્ને યોગ્ય પગલાં ન લેવાય તો આંદોલનની ચીમકી

માળીયા : માળીયાના હરિપર ગામે 4 મહિનાથી વીજળીના ધાંધીયા સર્જાયા છે. વારંવાર વીજળી ગુલ થવાથી ગ્રામલોકો ત્રસ્ત થઈ ગયા છે. વીજળીના વારંવાર ઝટકાથી વીજ ઉપકરણોને નુકશાન થયું હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી હતી અને લાઈટ પ્રશ્ને યોગ્ય પગલાં ન લેવાય તો ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી આપી છે.

હરિપર ગ્રામ પંચાયતે સંબધિત તંત્રને રજુઆત કરી હતી કે હરિપર ગામમાં છેલ્લા ચાર મહિનાથી લાઈટનો પ્રશ્ન ગંભીર બની ગયો છે. અવારનવાર વીજળી વારંવાર ગુલ થઈ જાય છે. જેથી, ગ્રામલોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જોકે આ લાઈટ પ્રશ્ને સ્થાનિક વિજતંત્ર અને માળીયા મામલતદારને અગાઉ અનેક વખત રજુઆત કરી છે. તેમ છતાં વીજળી ગુલ થવાની સમસ્યા ઠેરની ઠેર જ રહી છે.

- text

જ્યારે હરિપર રણ વિસ્તારમાં ઉધોગો માટે જે લાઈટના કનેક્શનો આપ્યા છે. તેનાથી હરિપર ગામની વિજલાઈનને અલગ કરવાથી આ ગામનો લાઈનનો પ્રશ્ન ઉકેલાઈ તેમ છે પણ આ માંગણી અંગે તંત્ર ધ્યાન આપતું નથી. આ ગામની વિજલાઈન અલગ થાય તો આ ગામને પૂરતો પાવર સપ્લાય મળી રહે છે. પણ આ પ્રશ્ન ન ઉકેળતા વારંવાર વીજળીના ઝટકાથી 25 ફ્રીજ, 15 ટીવી અને 150 પંખા તથા 30 ઇલે. મોટર અને ગામના સીસીટીવી કેમેરામાં નુકશાન થયું હોવાની ફરિયાદ કરી હતી. તેથી, તાકીદે આ ગામને પૂરતા પ્રમાણમાં પવાર સપ્લાય નહિ મળે તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text