સામાકાંઠે સોસાયટીઓમાં ભૂગર્ભ ઉભરાઈ : ગંદા પાણી રસ્તાઓ પર નદીઓના વહેણની માફક વહ્યા

- text


ઉભરાતી ગટરની ગંદકીને કારણે અનુપમ સોસાયટીના લોકો ત્રાહિમામ

મોરબી : મોરબીમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળે છે. ખાસ કરીને ચોમાસા દરમયાન આ સમસ્યા વધુ વકરે છે ત્યારે અનુપમ સોસાયટીના રહેવાસીઓએ આજુબાજુના એપાર્ટમેન્ટવાસીઓ સાથે તેમના વિસ્તારની ઉભરાતી ગટરના ત્રાસને લઈને નગરપાલિકામાં ફરિયાદ કરી છે.

ઋષભનગર ચબુતરા પાસે આવેલી અનુપમ સોસાયટી 2, શિવાલય એપાર્ટમેન્ટ તથા ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટના રહેવાસીઓએ પોતાના વિસ્તારમાં ઉભરાતી ગટરની ગંદકીથી ત્રસ્ત થઈને પાલિકામાં રજુઆત કરી છે. સોસાયટીવાસીઓના જણાવ્યાનુસાર ગટરના તૂટેલા ઢાંકણામાંથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી નદીઓના વહેણની માફક સતત વહીને રોડ પર ફેલાઈ રહ્યું હોય સોસાયટી તેમજ ઍપાર્ટમેન્ટવાસીઓને ઘરમાં રહેવું અને રસ્તેથી પસાર થવું ખુબ મુશ્કેલ થઈ રહ્યું છે. નાના બાળકો તેમજ વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને હાલ કોરોનાની મહામારીમાંથી બચાવવાનો એક પડકાર ઉભો જ છે ત્યારે અહીં ફેલાયેલી ગંદકીને કારણે મચ્છરજન્ય રોગચાળાનો ભય મંડરાય રહ્યો છે.

- text

ઉભરાતી ગંદકીને કારણે મચ્છરો અને અન્ય જીવાતોનો ત્રાસ વધી ગયો છે. જયારે સતત વરસાદ થોડો સમય માટે પણ પડે છે ત્યારે આ ગટર ઉભરાઈ જાય છે અને ગંદુ પાણી ચારોતરફ ફરી વળે છે. આથી લોકોને ચાલવામાં પણ તકલીફ પડે છે. ઘણા લોકો આ ગંદા પાણીથી બચીને ચાલવા જતા સ્લીપ થઈ જતા હોવાના બનાવો પણ બનતા રહે છે. આથી પાલિકાના લાગતા-વળગતા તંત્રને આ બાબતે સત્વરે યોગ્ય કરવા સોસાયટીવાસીઓએ લેખિતમાં રજુઆત કરી અસહ્ય સ્થિતિના ફોટોગ્રાફ પણ દર્શાવ્યા હતા. સ્વચ્છતાનું પાલન કરવું એ માત્ર નાગરિકોની જ ફરજ છે, તંત્રની આ અંગે કોઈ જવાબદારી નથી શું? તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

- text