મોરબીની લોહાણા સમાજની સંસ્થાઓ દ્વારા રાપર ખાતે છાત્રાઓને શૈક્ષણિક કીટ અપાઈ

- text


મોરબી : મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય-રાપર (કચ્છ) ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામા આવી હતી.

મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા. કરશનભાઈ મેઘજી ભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા મોરબીના લોહાણા સમાજના વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ નોટબુકનુ વિનામુલ્યે વિતરણ કરવામા આવ્યુ છે. ત્યારે તાજેતરમાં કચ્છ રાપર મુકામે શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલયમા અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને મોરબીની સંસ્થા દ્વારા શૈક્ષણિક કીટ અર્પણ કરવામા આવી હતી. જેમા વિદ્યાર્થીની દીઠ ૧૦ ફુલ સ્કેપ નોટબુક, પેન્સિલ, ઈરેઝર, શાર્પનર, સ્કેલ, પાઉચ સહીતની અભ્યાસ સામગ્રીનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. આ તકે સંસ્થાના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, પપ્પુભાઈ ચંડીભમર, વિપુલ પંડીત સહીતનાઓએ રૂબરૂ મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓને પોતાના વરદ્ હસ્તે વિતરણ કર્યુ હતુ. મોરબીની સંસ્થાના આ પ્રેરણાદાયી કાર્ય બદલ શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલયના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ઠક્કર સહીતનાઓએ આભાર વ્યક્ત કર્યો હતો. તેમ લોહાણા વિદ્યોતેજક ફંડના મંત્રી નિર્મિત કક્કડ એ યાદીમાં જણાવ્યું છે.

- text

- text