મોરબી : ગુરુવારે લેવાયેલા કુલ 111 સેમ્પલમાંથી 8 પોઝિટિવ, બાકીના તમામ નેગેટિવ

8 પોઝિટિવ કેસમાંથી બે રાજકોટના રહેવાસી હોવાથી મોરબીમાં આજના નવા 6 કેસ જ ગણાયા

મોરબી જિલ્લામાં ગુરુવારે 108 સેમ્પલ સરકારી વિભાગ દ્વારા અને 3 સેમ્પલ ખાનગી લેબોરેટરી દ્વારા લેવાયા હતા

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સરકારી આરોગ્ય વિભાગ દ્વારા 6 શંકાસ્પદ દર્દી સહિત કુલ 108 લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે સરકારી લેબમાં મોકલાયા હતા. આ ઉપરાંત અન્ય 3 શંકાસ્પદ લોકોના ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ મોકલાયા હતા. આમ ગઈકાલ ગુરુવારે લેવાયેલા કુલ 111 સેમ્પલમાંથી 8 લોકોના આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ રિપોર્ટમાં મોરબી શહેરના 6 અને બે રાજકોટના લોકોનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

મોરબી સિવિલ હોસ્પિટલ દ્વારા ગઈકાલે કુલ છ શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પારેખ શેરીમાં રહેતા 33 વર્ષના કેતન વાગડિયા અને માધાપરમાં રહેતા 60 વર્ષના લીલાવંતિબેન પરમાર અને અવની ચોકડી પાસે પરિશ્રમ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાન રિતેશ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે સમાકાંઠે રહેતા 37 વર્ષના યુવક, રંગપર-બેલા ગામે રહેતા 58 વર્ષના મહિલા અને 60 વર્ષના પુરુષનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જ્યારે ખાનગી હોસ્પિટલ દ્વારા ખાનગી લેબમાં મોકલાયેલા 3 સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં રવાપર રેસિડેન્સીમાં રહેતા પરાગભાઈ મોદી અને મહેન્દ્રપરામાં રહેતા જીજ્ઞેશભાઈ નગવાડિયા અને તેમના પિતા કાંતિભાઈ નગવાડિયાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જ્યારે ગઈકાલે સરકારી આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા 102 રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ લેવાયા હતા. જેમાંથી વાંકાનેરના કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લેવાયેલા પતિ-પત્નીના બે સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ આ બંને લોકો રાજકોટના કરણપરામાં રહેતા હોવાથી તેમના પોઝિટિવ કેસ મોરબી જિલ્લામાં નહીં પણ રાજકોટમાં ગણાશે. જ્યારે બાકીના તમામ રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આમ મોરબી જિલ્લામાં ગઈકાલે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લેવાયેલા કુલ 111 લોકોના સેમ્પલમાંથી આજે 8ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અને બાકીના તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે આવેલા 8 પોઝિટિવ કેસમાં મોરબી શહેરના 6 અને બે રાજકોટ રહેવાસીઓનો સમાવેશ થાય છે. આમ આજે મોરબી જિલ્લામાં 6 નવા પોઝિટિવ કેસ સાથે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 39 થયો છે.