મોરબીના વૃક્ષપ્રેમી મિત્ર મંડળ દ્વારા રવિવારે નિ:શુલ્ક રોપા વિતરણ

મોરબી : મોરબીના વૃક્ષપ્રેમી મિત્ર મંડળ દ્વારા નિ:શુલ્ક રોપા વિતરણ આગામી તા. 5 જુલાઈના રોજ સવારે 9 થી 11-30 વાગ્યા સુધી શહેરના શનાળા રોડ પર ડો. ભાડેશીયાની હોસ્પિટલ સામે, આદર્શ સોસાયટીના ખૂણે, સરદાર બાગની બાજુમાં કરવામાં આવશે. જેમાં કુંડામાં વાવી શકાય, ફળિયામાં વાવી શકાય, મેદાનમાં વાવી શકાય તેવા ઔષધીય રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.