વાંકાનેરના પાંચદ્વારકા પાસે રૂ. 3.95 લાખનો વિદેશી દારૂ પકડાયો

- text


 

એક શખ્સની ધરપકડ : અન્ય બે શખ્સોની શોધખોળ ચાલુ

વાંકાનેર : વાંકાનેરના પાંચદ્વારકા પાસે પોલીસે દરોડો પાડીને એક બોલેરોમાંથી રૂ. 3.95 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ બનાવમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પાંચદ્વારકા ગામની સીમમાં દરોડો પાડીને બોલેરોમાંથી ઈંગ્લીશ દારૂની પેટી નંગ 110 કિંમત રૂ. 3.95 લાખ તેમજ બોલેરો અને મોબાઈલ મળી કુલ રૂ. 10.49 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દીપકભાઈ પાંચિયાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી ધારાભાઈ ઝાલાભાઈ રાતળિયા અને ફારૂકની શોધખોળ હાથ ધરી છે.

- text