ફેક્ટરીમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા પરપ્રાંતીય યુવકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં માટેલ ગામ નજીક આવેલી ફેકટરીમાં એક પરપ્રાંતીય યુવકને ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

માટેલ ગામમાં સરતાનપર રોડ પર આવેલ અબુંજા ફેકટરીમાં રહેતા અને મૂળ ઓરિસ્સાના વતની 21 વર્ષીય જીમુભાઇ છબીભાઇને ગઈકાલે તા. 25ના રોજ કારખાનામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text