મોરબીની સબરજીસ્ટ્રાર કચેરીમાં ટોકનના કાળા બજાર થતા હોવાની રાવ

- text


મોરબી : મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં અમુક લેભાગુ તત્વો દ્વારા ભષ્ટ્રાચાર થઈ રહ્યો હોવાની રાવ ઉઠી છે. તેને અનુસંધાને મોરબી રેવન્યુ બાર એસોશીએશનના કારોબારી મેમ્બર યુવા એડવોકેટ મીહીરભાઈ ડી. કુંભારવાડીયા, જયભાઈ જોગર તેમજ સાથી એડવોકેટ જે. જે. કગથરા, રાહુલભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, વિવેક કે. વરસડા દ્વારા રજુઆત કરવામાં કરવામાં આવી છે.

- text

આ રજુઆતમાં જણાવ્યું છે કે અમુક વચગાળાના લોકો દ્વારા ટોકનનો કાળા બજાર કરવામાં આવે છે. જેમાં એક-એક ટોકન દિઠ રૂ. 1,000 થી લઈને રૂ. 15,000 સુધીમાં વેચાઈ છે. તેને અનુસંધાને રજુઆત સાથે જૂની અને નવી પહોંચ જોડી માહીતી આપેલ છે કે કઈ રીતે દસ્તાવેજી ટોકનનો કાળા બજાર થાય છે. અને તેને કઈ રીતે રોકી શકાશે તેમજ કઈ રીતે ટોકનના નામે થતો ભ્રષ્ટાચાર અટકાવી શકાય. એકવાર ટોકન લઇ લીધા પછી સિસ્ટમમાં ટોકનના સમયનો વિકલ્પ છે. તે કાઢી નાખવો છે. કારણ કે ટોકનના સમયમાં ફેરફાર કરી મોટાભાગે ભષ્ટ્રાચાર કરવામાં આવે છે. આ ઉકેલ સાથે ભષ્ટ્રાચારને રોકવા અને ટોકન સિસ્ટમમાં સુધારો કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

- text