ટંકારા અને મોરબી પંથકમાં સારા વરસાદની પ્રતીક્ષા કરતા ધરતીપુત્રો

- text


મોલ મુરજાય જાય તે પહેલાં મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી ખેડૂતોએ પ્રાર્થના કરી

ટંકારા : ટંકારા અને મોરબી પંથકમાં અગાઉ પ્રથમ વરસાદ સારો વરસી ગયો હતો. આથી, ખેડૂતોએ વાવણી કરી નાખી હતી. પરંતુ હમણાંથી વરસાદ ધીમો-ઘીમો પડી રહ્યો હોય, ઉભા મોલને બચાવવા માટે સારા વરસાદની જરૂર છે. આથી, ટંકારા અને મોરબી પંથકના ખેડૂતો સારા વરસાદની પ્રતીક્ષા કરી રહ્યા છે અને મોલ મુરજાય જાય તે પહેલાં મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.

- text

ટંકારા અને સમગ્ર મોરબી પંથકમાં અગાઉ પડેલા સારા વરસાદને પગલે ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં વિવિધ પાકોનું વાવેતર કરી નાખ્યું હતું. અમુક ખેતરોમાં મોલ તૈયાર થઈ ગયો છે. તેથી, આ ઉભા મોલ માટે બીજા સારા વરસાદની જરૂર ઉભી થઇ છે. જોકે હમણાંથી મેઘરાજા મંડાયા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો બંધાય ત્યારે ખેડૂતોની આશા જાગે છે. પરંતુ મેઘરાજા માત્ર હાઉકલી કરીને જતા રહેતાં હોય ધરતીપુત્રો નિરાશ થયા છે. મેઘરાજા મન મુકીને વરસવામાં કંજુસાઈ કરતા હોવાથી માત્ર ધીમો વરસાદ પડે છે. આથી, ઉભા મોલ માટે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે અને મેઘરાજા મન મુકીને હેત વરસાવે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.

- text