માળીયા (મી.) મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટની સુવિધા ચાલુ કરાવવા કલેકટરને રજૂઆત

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા માળીયા(મી.) મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટની સુવિધા ચાલુ કરાવવા બાબતે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે માળીયા(મી.)ની મામલતદાર કચેરીમાં હાલ ઇન્ટરનેટની સુવિધા બંધ છે અને આ પરીસ્થીતી ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. તેમજ કોરોનાની મહામારી વચ્ચે થયેલ લોકડાઉનમાં અઢી માસ જેટલા સમય તમામ સરકારી કામગીરી બંધ હોવાના કારણોથી પ્રજાના ઘણા કામો વિલંબીત થયેલ છે. હવે જયારે તમામ કચેરીઓ 100% સ્ટાફ સાથે ચાલુ રાખવાની મંજુરી મળેલ છે, તેવામાં ઇન્ટરનેટની સુવિધા બંધ છે. માળીયા (મી.) તાલુકાના અરજદારો પોતાનો અમુલ્ય સમય અને પૈસા બગાડીને માળીયા (મી.) મામલતદાર કચેરીએ જાય ત્યારે ઇન્ટરનેરટ સુવિધા બંધ હોવાના કારણોથી પરત ફરવું પડે છે અને ખુબ જ હાલકી ભોગવવી પડે છે. જેથી, માળીયા (મી.) મામલતદાર કચેરીમાં તાત્કાલીક ઇન્ટરનેટ સુવિધા ચાલુ કરવા લગત વિભાગને કલેકટર દ્વારા આદેશ કરવા કિશોરભાઈ ચિખાલિયા એ અંગત ભલામણ કરી છે.

આ ઉપરાંત, આ સમસ્યાનું નિવારણ લાવવા માટે સરપંચ પરિષદ – ગુજરાતના મોરબી જિલ્લા પ્રમુખ તથા માળીયા (મી.) તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ દ્વારા પણ કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text