હોટસ્પોટ અમદાવાદમાં ફરજ નિભાવતા હમીરપરના ખેડૂત પુત્ર ડો. પિયુષ ઠોરીયા

- text


ટંકારા : હાલમાં કોરોના વાયરસએ કાળો કહેર વર્તાવ્યો છે. દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે દર્દીઓનો ઈલાજ કરતા ડોકટરો ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ બનીને પોતાની જીવના જોખમે કાર્ય કરી રહ્યા છે.

- text

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હમીરપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દંપતી પ્રભુલાલ ઠોરીયા અને નવલબેન ઠોરીયાના પુત્ર ડો. પિયુષ ઠોરિયા હોટસ્પોટ અમદાવાદમાં નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ત્યારે પરિવારજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. તેમજ તેઓના સ્વાસ્થ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડો. પિયુષ એ ગાંધીનગરની કોલેજમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરેલ છે.

- text