માળીયા તાલુકામાં મેલેરિયા નાબુદી અભિયાન અંતર્ગત કરાઈ કામગીરી

- text


માળીયા (મી.) : મેલેરીયા મુક્ત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મેલેરીયા નાબુદી માટે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મોરબી જિલ્લાના આરોગ્ય તંત્ર સાથે મળીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્થાનિક કક્ષાએ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં માળીયા મી. તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા, સરવડ અને ખાખરેચી દ્વારા પીએચસી ખાતેના તમામ ગામોમાં મેલેરિયા મુક્ત-2022 અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં વરસાદને લીધે મેલેરિયા ડેન્ગ્યુ, તેમજ ચિકનગુનિયા જેવા રોગો ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે.

- text

આ રોગોને ફેલાતા અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા-સરવઙ-ખાખરેચી હેઠળ આવતા તમામ ગામોમાં રોગચાળો ન ફેલાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. રોગચાળો ન ફેલાય તે માટે આ તમામ ગામોમાં પોરાનાસક કામગીરી જેવી કે ગપી માછલી મુકવાની કામગીરી, એબેટ કામગીરી, બી.ટી.આઈ. કામગીરી, બળેલા ઓઇલ છંટકાવની કામગીરી તેમજ જંતુનાશક દવા છંટકાવની કામગીરી જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. 1 એ.પી.આઈ ઉપરના ગામોમાં દવા છંટકાવ કામગીરી કરેલ અને તમામ ગામમાં એન્ટીલાર્વલ અને પેરાડોમેસ્ટીક કામગીરી ચાલુ કરેલ છે. આ કામગીરી તમામ ફીલ્ડના સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.

- text