મોરબીમાં ઓનલાઈન એપોઇન્ટમેન્ટથી આરટીઓ કચેરીની કામગીરી શરૂ

- text


આરટીઓ કચેરીમાં એજન્ટોને નો એન્ટ્રી : અરજદારોના સ્ક્રીનિગ અને સેનિટાઈઝ બાદ નાના ગેટથી અપાતી એન્ટ્રી

મોરબી : મોરબીમાં ગઈકાલ ગુરુવારથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટથી આરટીઓ કચેરીની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોરનાં વાયરસને લઈને ચાલતા અનલોક -1 ને ધ્યાને લઈને ભીડ ન થાય તે માટે હાલના તબક્કે ઓનલાઈન એપોઇન્ટમેન્ટથી જ આરટીઓ કચેરીની કામગીરી શરૂ થઈ છે. જોકે જે લોકોએ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવી હોય તેવા લોકોની જ કામગીરી થઈ રહી છે.

મોરબી આરટીઓ કચેરીને દરરોજ ડ્રાઈવીંગ લાયસન્સ માટે 150 ની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગઈકાલે 12 અને આજે 150 લોકો ડ્રાઈવીંગ લાયસન્સની કામગીરી માટે આવ્યા હતા. જોકે લર્નીગ લાયસન્સની કામગીરી હવે આરટીઓ કચેરીએ થતી નથી. આ કામગીરી જે તે તાલુકાના આઈટીઆઈ વિભાગમાં જ થાય છે. જ્યારે રીન્યુ, ડુપ્લીકેટ એડ સહિતની કામગીરી માટે 75 લોકોની મર્યાદા આપવામાં આવી છે. આ 75 લોકોને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ આપવાની હોય છે. જેમાંથી ગઈકાલે 15 લોકો આવ્યા હતા.

- text

જ્યારે ટેક્સ સહિતની કામગીરી માટે ભીડ ન થાય તે રીતે કાલે શનિવારથી શરૂ કરવામાં આવશે.વવાહન સંબધિત અરજીઓમાં 75 ની સામે ગઈકાલે 30 લોકો આવ્યા હતા. જો કે એજન્ટોને નો એન્ટ્રી આપવામાં આવી છે. અરજદારોએ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લીધા બાદ સાવચેતીના ભાગરૂપે મોટો ગેટ બંધ કરીને નાના ગેઇટથી એન્ટ્રી અપાઈ છે. તેમજ અરજદારોનું સ્ક્રીનિગ અને સેનીટાઇઝેશન કરવામાં આવે છે.

- text