વ્યસનીઓની વ્યથાને લઈને હળવદ મામલતદારએ પાન-બીડી, તબાકુંના વેપારીઓ સાથે બેઠક યોજી

- text


કાળા બજારી ન કરવા અપાઈ સૂચના : પાન-બીડીના હોલસેલરોને દુકાનો નિયમ મુજબ ખોલવા જણાવાયું
હળવદમાં તબાંકુ ગાડી ભરીને આવી તેમ છતાં દુકાનો ન ખુલ્લી

હળવદ : લોકડાઉનના ચોથા તબક્કામાં પાન-મસાલાની દુકાનોને શરતોને આધીન ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવતા બંધાણીઓના જીવમાં જીવ આવ્યો હતો પરંતુ બંધાણીઓની કઠણાઈ ઓછું થવાની નામ જ ન લેતી હોય, તેમ હળવદ શહેરમાં પાન-મસાલાના હોલસેલરો મોટાભાગે દુકાનો બંધ રાખતા તબાકું, બીડીની રીતસરની કાળાબજારી થતી જોવા મળી હતી. જેથી, ગઈકાલે હળવદ મામલતદાર કચેરી ખાતે પાન-બીડીના વેપારીઓ સાથે મામલતદાર એ બેઠક યોજી નિયમ મુજબ દુકાનો ખોલવા જણાવાયુ છે અને ખાસ કરીને કાળા બજારી ન કરવા માટે પણ વેપારીઓને અપીલ કરાઇ હતી.

ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા નિયમોને આધીન પાન-મસાલાની દુકાન ખોલવા માટે મંજૂરી અપાઇ હતી. જેથી, બંધાણીઓમાં આનંદ છવાયો હતો પરંતુ આનંદ ત્યારે ઓછરાયો કે જ્યારે મોટાભાગની પાનની દુકાનો ખુલ્લી જ નહીં હળવદમાં પાન, બીડી, તબાકુંના મોટાભાગના હોલસેલરોએ પૂરતો જથ્થો હોવા છતાં તેની સંગ્રહખોરી કરી ત્યારબાદ આ જથ્થો કાળા બજારમાં વેચવા માટેનો ખેલ શરૂ કર્યો. જેને કારણે છૂટછાટ મળી હોવા છતાં પણ બંધાણીઓને પાન, માવા, બીડી, તબાકું કાળા બજારમાં જ લેવા મજબુર થવું પડતું હતું.

- text

સાથે જ હળવદમાં મોટાભાગની પાન, બીડી, તબાકુંના હોલસેલરો એ દુકાનો ન ખોલતાં ગઈકાલે મામલતદાર કચેરી ખાતે મામલતદાર દ્વારા પાન-મસાલાના વેપારીઓને બોલાવી નિયમ મુજબ દુકાનો ખોલવા જણાવાયું છે. જોકે હવે જોવાનું એ રહ્યું કે હોલસેલરો મામલતદારનું માને છે કે પછી પોતાની મનમાની ચલાવે છે?

હળવદ શહેરમાં ગઈકાલે તબાકુંની એક ગાડી ભરીને આવી હતી અને શહેરના મોટાભાગના હોલસેલરો તબાકું લઈ ગયા હતા. જોકે તેમ છતાં પણ હળવદમાં આજે મોટાભાગની પાન, બીડી, તબાકુંના હોલસેલરોએ દુકાનોના શટર બંધ રાખ્યા હતા. જેથી, લોકોમાં એક એવી પણ ચર્ચા વહેતી થઈ છે કે હાલ અત્યારે પણ ૨૦૫ની પ્રિન્ટના તબાકુંના ડબલાના ૪૦૦ થી ૫૦૦ રૂપિયા વસૂલવામાં આવે છે.

- text