મોરબી : 198 બોટલ વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

- text


એલ.સી.બી.એ કિ.રૂ. 91,080નો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી એલ.સી.બી. દ્વારા મોરબીના સામાંકાઠે વિસ્તારમાંથી જુદી-જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 198, કિ.રૂ. 91,080ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

- text

તા. 27ના રોજ મોરબી એલ.સી.બી. ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે સંદીપભાઇ બેચરભાઇ ચાઉ (રહે. સો ઓરડી, વરીયાનગર, શેરી નં. 7, તા.જી. મોરબી) એ પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ અવાવરૂ/પડતર મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો ઉતારેલ છે અને હાલ તેનું વેચાણ કરે છે. જે હકિકત આધારે એલ.સી.બી.ના સ્ટાફએ ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો નંગ 198, કિ.રૂ. 91,080 ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવેલ છે.

- text