મોરબીમાં કોરોનાગ્રસ્ત વૃધ્ધાના સંપર્કમાં આવેલા 4 લોકોના સેમ્પલ લેવાયા

- text


50 સ્ક્રીનીંગ સેમ્પલ મળી આજે કુલ 54 લોકોના સેમ્પલ લેતું આરોગ્ય તંત્ર

મોરબી : મોરબીમાં કોરોનાગ્રસ્ત વૃધ્ધાના સંપર્કમાં આવેલા 4 લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. આ સાથે અન્ય 50 રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ મળી આજ રોજ કુલ 54 સેમ્પલ લઈને તેને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.

- text

મોરબીના વાવડી રોડ પર રેવાપાર્ક સોસાયટીમાં રહેતા અને મુંબઈથી આવેલા ઉષાબેન ઘનશ્યામભાઈ નામના 60 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. બાદમાં આજ રોજ આરોગ્ય વિભાગે આ વૃધ્ધાના સંપર્કમાં આવેલા 4 લોકોના સેમ્પલ લીધા છે. વધુમાં રાબેતા મુજબ 50 સ્ક્રીનીંગ સેમ્પલ પણ લીધા છે. આમ આજે 54 દર્દીઓના સેમ્પલ લેબમાં રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. જે રિપોર્ટ આવતીકાલે જાહેર થવાના છે.

- text