મોરબી પેપરમિલ એસોસિએશન દ્વારા ઉદ્યોગોને તાકીદે GST રિફંડ ચૂકવવા માંગ

- text


મોરબી : મોરબી પેપરમિલ એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયા દ્વારા સરકારની ઉદ્યોગ યોજના વર્ષ 2016 મુજબ પ્લાસ્ટિક તથા જનરલ ઉધોગ માટેની પોલીસી વ્યાજ માફી તથા જી.એસ.ટી. રીફંડ તાકીદે ચૂકવવા માટે રાજ્યના ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે 24 માર્ચથી સમગ્ર દેશમાં કોરોના પ્રકોપને કારણે લોકડાઉન છે. આ પરિસ્થિતિમાં આર્થિક મંદી તરફ ઉધોગ ધકેલાય ગયા છે. અને તે તીવ્ર નાણાભીડનો સામનો કરે છે. ઉદ્યોગ ભવન તરફથી તથા કેન્દ્ર સરકાર તરફથી આત્મનિર્ભર યોજના થકી ઉધોગને આર્થિક ભીડ ઓછી કરી અને ઉધોગ તથા વેપાર જગતને ગતિ આપવાનું આવકારદાયક અને સુખદ પેકેજ જાહેર કરેલ છે. જે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.

- text

વધુમાં, લેખિત રજુઆતમાં જણાવાયું છે કે વર્ષ 2016માં જાહેર કરેલ પ્લાસ્ટિક ઉધોગ તથા જનરલ ઉધોગ માટેની વ્યાજ માફી તથા જી.એસ.ટી. રીફંડની રાહત યોજના વર્ષ 2019-20માં નીકળતા ગુજરાત રાજયના સ્મોલ, મધ્યમ કદના યુનીટના કરોડો રૂપીયાના જી.એસ.ટી.ના જે રીફંડ અટવાયેલા છે. તે તેના તાત્કાલિક ચુકવવા અપીલ કરવામાં આવેલ છે.

- text