મોરબી :કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી ખેડૂત પરિવારો માટે કૃષિ સલાહ

- text


મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – ગોરખીજડીયા, જુનાગઢ તથા કૃષિ યુનિવર્સીટી, મોરબી તરફથી સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ દીલીપભાઈ સરડવા અને વિષય નિષ્ણાંત ડો. હેમાંગીબેન મહેતાની યાદી જણાવે છે કે, ખેડુતો માટે ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલ હવામાન માહિતી અનુસાર અત્રેના ઉતર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના મોરબી જીલ્લામાં આગામી તા.૨૦-૦૫-૨૦૨૦ થી તા.૨૪-૦૫-૨૦૨૦ દરમ્યાન હવામાન સુકું, ગરમ અને ચોખ્ખું રહશે. તા. ૨૨ ના રોજ મુખત્વે વાદળછાયું રહશે.

પવનની દિશા પશ્ચિમ અને નૈઋત્યની રહેવાની અને પવનની ઝડપ ૧૩ થી ૧૭ કીમી/કલાક રહેવાની શક્યતા છે.આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૪૧-૪૩ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૮ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. તેમજ નીચે મુજબની તકેદારી રાખવી જરૂરી છે.

- text

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા બીનજરુરી અવર જવર ટાળવી, કોઈપણ સંજોગોમાં સમુહમાં ભેગા થવું નહિ, ટોળે વળીને બેસવું નહિ.
વારંવાર સાબુથી હાથ ધોવા અને પછી જ આંખ, કાન અને મોને અડકવું.
મોં પર કપડું (માસ્ક) બાંધી રાખવું, છીંક અને ઉધરસ વખતે મો અને નાક આડે રૂમાલ અવશ્ય રાખવો.
કાપણી, થ્રેશિંગ અને અન્ય ખેતી વિષયક કામગીરી દરમ્યાન સામાજીક અંતર (બે વ્યક્તિ વચ્ચે ૬ થી ૭ ફૂટ અંતર) જાળવવું તેમજ ભોજન અને આરામના સમયે અલગ અલગ દુર બેસવું.
ખેત ઓજારોની આ૫-લે દરમ્યાન ઓજારોને સાબુના પાણીથી સાફ કર્યા બાદ જ એકબીજાને આપવા અને ઉપયોગમાં લેવા.
શરદી, ઉધરસ, કફ અને તાવ જેવું લાગે તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો.
ખેત પેદાશના વેચાણ અને બીજ, ખાતર અને દવાઓની ખરીદી દરમ્યાન મોં પર કપડું (માસ્ક) બાંધી રાખવું અને બે વ્યક્તિ વચ્ચે ૬ થી ૭ ફૂટ અંતર જાળવવું.
આગામી તા. ૨૧થી ૨૪ મેં દરમ્યાન હવામાન ચોખ્ખું, સુકું અને ગરમ રહેશે.
આ હવામાન પરિસ્થિતિમાં ઉનાળુ શાકભાજી, તલ, અને ઘાસચારાના પાકોને સવારે અથવા સાંજના સમયે જરૂરીયાત મુજબ હળવું પિયત આપવું.
આરોગ્ય સેતુ એપનો ઉપયોગ અવશ્ય કરવો.
આકરા તાપમાં બપોરના સમયે બહાર નીકળવું નહિ, પુષ્કળ પાણી પીવું, હલકા સુતરાઉ કપડા પહેરવા અને માથા પર ટોપી પહેરવી.
તેમજ પશુઓને બપોરના સમયે વૃક્ષોના છાયામાં અથવા શેડમાં રાખવા.

- text