મોરબીથી 1181 શ્રમિકોને લઈને ટ્રેન ભોપાલ જવા રવાના થઈ

- text


 

આવતીકાલ સોમવારની બે ટ્રેન કેન્સલ કરાઈ

મોરબી : મોરબીથી આજે સાંજે 1181 શ્રમિકોને લઈને ટ્રેન એમપીના ભોપાલ જવા રવાના થઈ છે. તેમજ સાજાપુરની ટ્રેન આજે રાત્રે 11 વાગ્યે ઉપડશે. જ્યારે આવતીકાલ સોમવારની બે ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને સીરામીક એસો.ના સંકલનથી સીરામીક ઉધોગના અગાઉ નોંધાયેલા પરપ્રાંતિયોને વતન પહોંચાડવા માટે ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યા બાદ આજે બે ટ્રેન મધ્યપ્રદેશ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સાંજે મોરબીથી 1181 શ્રમિકોને લઈને ટ્રેન મધ્યપ્રદેશના ભોપાલ જવા રવાના થઈ છે. જ્યારે આજે રાત્રે 11 વાગ્યેની મધ્યપ્રદેશના સાજાપુરની ટ્રેનમાં પણ ઓછા શ્રમિકો હોય તેવી માહિતી મળી છે. ઘણા શ્રમિકો પોતાની જાતે જ વ્યવસ્થા કરીને વતન જવા નીકળી ગયા છે. તેથી આવતીકાલ સોમવારની ટ્રેન રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે પછી નવા શેડુઅલ નક્કી થાય તે પ્રમાણે ટ્રેન દોડાવાશે .

- text

આજે ભોપાલની ટ્રેન ભારત માતા કી જયના નાદ સાથે અને શ્રમિકોના હર્ષોલ્લાસ સાથે રવાના થઈ હતી તમામ શ્રમિકોને ચહેરા ઉપર વતન જવાની ખુશી જોવા મળી હતી. આરએસએસના કાર્યકરોની ટ્રેન વ્યવહાર શરૂ થતાની સાથે સેવા અવિરત ચાલુ રહી છે. દરેક ટ્રેનમાં સીરામીક એસો. તંત્ર ,પોલીસ ,રેલવે સ્ટાફ ,સહિતના સતત ખડેપગે રહીને જરૂરી વ્યવસ્થા નિભાવે છે. જ્યારે આજે રાત્રે 11 વાગ્યે મધ્યપ્રદેશના સાજાપુરની ટ્રેન રવાના થશે.

- text