મોરબી : ગઈકાલના 11 રિપોર્ટ નેગેટિવ, આજે વધુ 23 સેમ્પલ લેવાયા

- text


આજે 2 શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકો અને 21 સ્ક્રીનીંગ સેમ્પલ લેવાયા

મોરબી : મોરબીમાં ગુરુવારે લેવાયેલા 11 સેમ્પલના રિપોર્ટ મોડી રાત્રે જાહેર થયા હતા. અને આ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે આજે શુક્રવારે વધુ 23 લોકોના સેમ્પલ લઈ કોરોના રિપોર્ટ માટે મોકલ્યા છે.

- text

મોરબીમાં ગઈકાલના 11 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા મોરબી હજુ કોરોના મુક્ત જ રહ્યું છે. ત્યારે આજે શુક્રવારે કુલ 23 લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટ દાખલ થયેલા મોરબીના ખાનપરની 20 વર્ષની યુવતી અને ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ થયેલા લખધીરપુર રોડ પર રહેતા 30 વર્ષના યુવાન તેમજ અન્ય સારવાર માટે મોરબી સિવિલમાં આવેલા 16, ક્રિષ્ના હોસ્પિટલમાં આવેલા 1 અને આયુસ હોસ્પિટલમાં આવેલ 2 અને હળવદ સરકારી દવાખાનામાં આવેલા 2 લોકોના સેમ્પલ લેવાયા છે. આમ કુલ 23 લોકોના સેમ્પલ આજે લેવાયા છે. જેના રિપોર્ટ કાલે જાહેર થશે.

- text