મોરબીના શ્રમિકોની વતન વાપસી માટે શનિવારે વધુ બે ટ્રેન રવાના થશે

- text


મોરબીના શ્રમિકોની વતન વાપસી માટે શનિવારે વધુ બે ટ્રેન રવાના થશે

શનિવારે સવારે એક ટ્રેન ઝારખંડ જવા ઉપડશે અને બપોર પછી બીજી ટ્રેન એમપીના રતલામ જવા ઉપડશે

મોરબી : મોરબીમાં સીરામીક ઉધોગમાં કામ કરતા બહાર રાજ્યો શ્રમિકોને વતન પહોંચાડવા માટે ગુરુવારથી ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યા બાદ આવતી કાલ શનિવારે વધુ બે ટ્રેનો રવાના થશે. જેમાં આવતીકાલે સવારે મોરબીથી શ્રમિકોને લઈને એક ટ્રેન ઝારખંડ જવા રવાના થશે જ્યારે બીજી ટ્રેન બપોર પછી મધ્ય પ્રદેશના રતલામ જવા ઉપડશે.

- text

મોરબીના સીરામીક ઉધોગના પરપ્રાંતીય મજૂરોની વતન વાપસીની પુરજોશમાં કાર્યવાહી ચાલી રહી છે.જેમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી સીરામીક એસોના સંકલનને કારણે શ્રમિકોને વતનમાં પહોંચડાવ માટે સ્પે ટ્રેન દોડાવવામાં આવી રહી છે.જેમાં ગુરુવારે એક ટ્રેન 1200 શ્રમિકોને લઈને ઝારખંડ રવાના થઈ હતી.જ્યારે આજે શુક્રવારે બે ટ્રેન 2400 શ્રમિકોને લઈને ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ હતી.ત્યારે આવતીકાલ શનિવારે વધુ બે ટ્રેનો દોડવામાં આવશે.જેમાં આવતીકાલ શનિવારે સવારે મોરબીથી શ્રમિકોને લઈને એક ટ્રેન ઝારખંડ જવા રવાના થશે જ્યારે બીજી ટ્રેન બપોર પછી મધ્ય પ્રદેશના રતલામ જવા ઉપડશે .જેમાં સોશ્યલ ડિસ્ટન્સ અને શ્રમિકો માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.

- text